નિયમ મુજબ સરકારી કર્મચારીઓને નોકરી દરમિયાન આઠ કલાક કામગીરી કરવાની હોય છે, પરંતુ પોલીસ વર્ગમાં અને તેમાં પણ પોલીસ કર્મચારી ઓને 12 થી14 કલાક કામગીરી કરવાની થતી હોય છે ત્યારે તેઓને વધારાના સમયનું ભથ્થુ મળે તેવી માંગ સાથે બોટાદ જિલ્લા રાષ્ટ્રીય પછાત એકતા મંચ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી માંગ કરવામાં આવી હતી