અબડાસા તાલુકાના વાડાપદ્ધર ગામે આવેલી વાડીમાંથી તાંબાનો વાયર ચોરાયો હતો. ફરિયાદી વિરભદ્રસિંહ મદનસિંહ જાડેજાના જણાવ્યા પ્રમાણે કોઈ અજાણ્યા ઈસમે ફરિયાદીના કબજાની જયદીપસિંહ મહાવીરસિંહ જાડેજાની જમીનમાં લગાવેલા ૩૦ મીટર તાંબાના વાયર કિંમત રૂા.૯ હજારની ચોરી કરી હતી. જેથી જખૌ પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો