તાલુકાના ટુકવાડા ગામે સાગડમાળ ફળીયામાં આદિવાસી સમાજની વર્ષોથી ચાલતી પરંપરા મુજબ હવન કાર્યક્રમ યોજાયો હતો. ડાંગરની રોપણી પૂર્ણ થયા બાદ સારો પાક ઉપજે, નુકસાન ન થાય, ગામમાં સુખ-સમૃદ્ધિ વધે તથા લોકો અને પશુ-પક્ષીઓ તંદુરસ્ત રહે તે હેતુ ગામના પૂજારીઓએ વૈદિક મંત્રોચ્ચાર સાથે હવન વિધિ પૂર્ણ કરી હતી. કાર્યક્રમમાં ગામના વડીલો અને યુવાનોએ શ્રદ્ધા પૂર્વક ભાગ લીધો હતો. હવનથી આધ્યાત્મિક વાતાવરણ સર્જાયું હતું અને સૌએ એકતા સાથે સુખ-શાંતિ માટે પ્રાર્થના કરી હતી.