ગોધરા તાલુકાના મીરપ અને સંતરોડ બજારને જોડતા મુખ્ય માર્ગ પરનો કોઝવે ભારે વરસાદને કારણે ઓવરફ્લો થતાં હાલ બંધ છે. ગામડી-મીરપ માર્ગ અવરોધાતા સ્થાનિક લોકો તેમજ બજાર જતા લોકોને લાંબો રસ્તો ફરવો પડી રહ્યો છે. આથી સમય અને શક્તિનો વ્યય થઈ રહ્યો છે. આ વિસ્તારમાં પાનમ નદી પર નવો બ્રિજ બાંધાઈ રહ્યો છે, પરંતુ કામ અધૂરું હોવાથી તેને શરૂ કરી શકાયું નથી. જો બ્રિજનું કામ વહેલી તકે પૂર્ણ થાય તો વરસાદી સમયમાં કોઝવે પરથી પાણી વહી જવાથી થતી મુશ્કેલીઓ દૂર થશે.