ચીખલી પોલીસમાં આશિષકુમાર રમણભાઈ પટેલે ફરિયાદ નોંધાવી હતી કે મરણ જનાર તેઓનો ભાઈ અનંતકુમાર રમણભાઈ પટેલ કે જેવો ખુધ નિશાળ ફળિયા પોતાના ઘરે મોટરનો વાયર બોર્ડમાંથી નીકળી ગયો હતો અને જે નાખવા જતા કરંટ લાગતા શરીરે જમણા પગના અંગૂઠા પાસે તથા ડાબા હાથના કાંડા ના ભાગે કરંટ લાગવાથી ચાઠું પડી જતા સારવાર માટે સ્પંદન હોસ્પિટલ લઈ જતા ફરજ ઉપરના ડોક્ટર શ્રી એ મરણ જાહેર કર્યા હતા જે અંગે પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.