આગામી નવરાત્રી તહેવાર અનુસંધાને સમગ્ર ગુજરાતમાંથી પદયાત્રીઓ કચ્છ ખાતે માં આશાપુરા માતાજીના મઢે દર્શન કરવા જતા હોય છે, ત્યારે માળિયા મીયાણાના સુરજબારીના પુલ નજીક દેવ સોલ્ટ કારખાના પાસે સ્થાનિક કારખાનેદારો દ્વારા છેલ્લા 18 વર્ષથી પદયાત્રીઓ માટે નિઃશુલ્ક ખાવા, પીવા, રહેવાની તથા મેડિકલ સુવિધા સાથે કેમ્પ ચલાવવામાં આવે છે, જેના આયોજકો દ્વારા મીડિયા સમક્ષ સમગ્ર આયોજન વિશે માહિતી આપી હતી...