ગાંધીનગર વિધાનસભા ખાતેથી રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે નેપાળની પરિસ્થિતિ ને લઈને નિવેદન આપ્યું છે. નેપાળમાં જે પરિસ્થિતિ છે જેને લઈ ગુજરાત ના મુખ્યમંત્રી ચિંતિત છે. ગુજરાતના ઘણા લોકો નેપાળના પ્રવાશે ગયા હતા.અમદાવાદ, ભાવનગરના લોકો હાલ નેપાળ ખાતે ફસાયેલા છે. જે લોકો નેપાળ ગયા છે એની સુરક્ષા અને ચિંતા રાજ્ય સરકાર કરી રહી છે. તમામ લોકોને સુરક્ષિત ગુજરાત લાવવા માટે રાજ્ય સરકાર પ્રયાસ કરી રહી છે.