મોરબીમાં નાની વાવડી પટેલ સમાજ વાડી ખાતે મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘીના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાના 76 મા વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘીએ માનવીની સાથે પશુ, પંખી અને સમગ્ર જીવ સૃષ્ટિ માટે વૃક્ષ અગત્યના છે તેવું જણાવી વૃક્ષોના મહત્વ અંગે તેમણે વિગતે વાત કરી હતી. પર્યાવરણની જાળવણી માટે તેમણે સૌને પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા અનુરોધ કર્યો હતો...