બોટાદ GIDC વિભાગના પ્લોટધારકો વેરો ભરવા છતા પ્રાથમિક સુવિધાથી વંચિત બોટાદ જીઆઇડીસી નો પાંચ વર્ષથી નગરપાલિકામાં સમાવેશ કરવામાં આવ્યો છે ત્યારે પ્લોટધારકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે નગરપાલિકામાં વેરો ભરવા છતાં તેમને કોઈપણ પ્રકારની સુવિધા મળતી નથી જેમાં રોડ,ગટર અને સ્ટ્રીટ લાઈટ જેવી કોઈપણ સુવિધા તેમને મળતી નથી ત્યારે આ તમામ પ્લોટ ધારકો 50 થી 60 લાખ જેટલો વેરો ભરે છે ત્યારે તેમને તમામ સુવિધાઓ મળે તેવી માંગ કરવામાં આવી