સુરત મહાનગરપાલિકા અને પોલીસ દ્વારા રાંદેર વિસ્તારમાં ગેરકાયદે દબાણ સામે કાર્યવાહી કરવામાં આવી હતી.મંગળવારે બપોરે બે કલાકે રાંદેર વિસ્તારમાં રહેતા અને નશાના કારોબાર સાથે સંકળાયેલા ઈબ્રાહિમ શેખના ત્યાં ડિમોલિશન ના હથોડા ઝીંકવામાં આવ્યા હતા.શખ્સ દ્વારા પોતાના નિવાસ સ્થાન ખાતે ગેરકાયદે ઓરડીઓ અને ઓટલા નું દબાણ કરવામાં આવ્યું હતું.જેના પગલે પોલીસે પાલિકા પાસેથી માહિતી મેળવી કાર્યવાહી આરંભી હતી.