નવસારી શહેરમાં ભયાનક સામૂહિક આપઘાતની ઘટના સામે આવી છે. ગઈકાલે બે બાળકીઓમાં એકનો વિરાવળ અને બીજીનો જલાલપુરમાં મૃતદેહ મળ્યો હતો, જ્યારે આજે તેમના માતાનો પણ મૃતદેહ કરાડી ગામ પાસે પસાર થતી પૂર્ણા નદીમાંથી મળી આવ્યો. 28 વર્ષીય પરણીતા હાર્દિક નાયક 31મી ઓગસ્ટથી બંને બાળકી સાથે ઘરેથી ગુમ થયેલી હતી. અજાણી પરિસ્થિતિમાં, માતાએ બે બાળકીઓ સાથે પૂર્ણા નદીમાં ઝંપલાવ્યું. આ ઘટનામાં 4 વર્ષીય ધીઆ નાયક અને અઢી વર્ષીય દ્વિજા નાયક સહિત માતાનો જીવ ગયો.