સાંતલપુર તાલુકા પંચાયત કચેરી ખાતે માલધારી સંગઠન દ્વારા સાંતલપુર તાલુકામા ગત દિવસો દરમ્યાન આવેલ ભારે પુરને કારણે માલધારીઓના ઘેટા, બકરા સહીત ઘરોમાં પાણી ઘુસી જતા ઘરવખરીને નુકશાન થવા પામ્યું હતું.ત્યારે માલધારીઓને હજુ સુધી કોઈ જ સહાય મળવા પામી નથી ત્યારે માલધારી સંગઠન દ્વારા તાલુકા પચાયત કચેરી ખાતે સહાય ચૂકવવાની માંગ સાથે આવેદનપત્ર આપ્યું હતું.