વડોદરા : શહેરના વિસ્તારમાં આવેલી દર્શનમ સોસાયટીમાં મધરાત્રિના સમયે ચડ્ડી બનીયાનધારી ટોળકી ત્રાટકી હતી.સોસાયટીમાં લગાવેલા કેમેરામાં આ ગેંગ કેદ થઈ ગઈ હતી.જોકે કોઈ મકાનમાં ચોરી થઈ હોય તેવી સત્તાવાર માહિતી હજી સુધી મળી નથી.જ્યારે બીજી તરફ લોકોમાં પણ ભયનો માહોલ છવાઈ જવા પામ્યો છે.ત્યારે,પોલીસે આ ટોળકીને ઝડપી પાડવાના ચક્રોગતિમાન કર્યા છે.