ગાંધીધામ મ્યુનિસિપલ કમિશનર મનીષ ગુરવાણીએ તાજેતરમાં શહેરના વિવિધ મુદ્દાઓ પર સ્પષ્ટતા કરીને પારદર્શક કામગીરીની ખાતરી આપી છે. આજરોજ બપોરના 3:00 વાગે મીડિયા સમક્ષ તેમણે જણાવ્યું કે તેઓ વહીવટમાં સંપૂર્ણ પારદર્શકતા અને ગુજરાત સરકારના નીતિ-નિયમોના અનુસરણ સાથે કાર્યાલય ચલાવવા પ્રતિબદ્ધ છે.