આજ રોજ સવારે અંજાર એસ ટી બસ સ્ટેશન મધ્યે ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાના વરદ હસ્તે વધુ બે એસ ટી બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું, સમગ્ર કચ્છ જિલ્લામાં નવી બસો ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવી રહી છે તે અંતર્ગત અંજાર ડેપોને બે નવી એક્સપ્રેસ બસ ફાળવવામાં આવી છે. આ બસનો રૂટ અંજાર થી સંતરામપુર થી ફતેહપુરાનો રહેશે. ધારાસભ્યના વરદ હસ્તે શ્રીફળ વધારીને શાસ્ત્રોક્ત વિધિ સાથે પૂજન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ હરી ઝંડી દેખાડીને બસને પ્રસ્થાન કરાવવામા આવી હતી.