વિસનગરની જાણીતી એમ.એન.કોલેજ માટે એક ગૌરવપૂર્ણ ક્ષણ આવી છે, જ્યાં કોલેજના બે પ્રતિભાશાળી વિદ્યાર્થીઓએ જુડોની સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતીને કોલેજ અને યુનિવર્સિટીનું નામ રોશન કર્યું છે. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા શ્રી યુ.એચ. ચૌધરી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, વડગામ ખાતે આયોજિત આંતર કોલેજ જુડો સ્પર્ધામાં આ બંને ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું