બોટાદ જિલ્લાના બરવાળા ના શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ પૂજ્ય શ્રી હરિ પ્રકાશ દાજી સ્વામીની શુભ પ્રેરણાથી એવમ કોઠારી શ્રી વિવેક સાગરદાજી સ્વામીના માર્ગદર્શન હેઠળ સાળંગપુર ધામમાં સાત પ્રકારના 51 હજાર કિલો રંગ અર્પણ કરાશે જેનાથી આગામી રંગોત્સવ ની ભવ્ય ઉજવણીની તડામાર તૈયારીઓ કરી દેવામાં આવી છે જેને લઈ વિવેક સાગર કોઠારી દ્વારા તમામ ભક્તોને રંગોત્સવમાં જોડાવા આમંત્રણ આપવામાં આવ્યું