આજ રોજ તારીખ 25/08/2025 ના રોજ ભચાઉ ફાયર ટીમ ને કોલ આવ્યો હતો કે,ભચાઉના SRP કેમ્પ પાછળ ફોરેસ્ટના મોટા પાણીના ટાકામાં એક નીલ ગાય પડી ગયેલ છે. ઘટનાની જાણ થતા ભચાઉ ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ને સતત 2 કલાકની જહેમત બાદ નીલ ગાયનુ રેસ્ક્યુ કરી સુરક્ષિત રીતે બહાર કાઢી હતી.આ કામગીરીમાં પ્રવિણ દાફડા,કુલદીપ ભાઈ,શક્તિ સિંહ સોઢા,મયુર રામાનંદી વગેરે જોડાયા હતા.