આજે તારીખ 24/08/2025 રવિવારના રોજ સાંજે 7.30 કલાકે ઝુલેલાલ મંદિરે થી રામસાગર તળાવ સુધી વાજતે ગાજતે શોભાયાત્રા નીકળી.ઝાલોદ નગરના ઝુલેલાલ મંદિરે સિંધી સમાજના સહુ લોકો ચાલીહા ઉત્સવના સમાપન પ્રસંગે ઉપસ્થિત રહેલ હતા. દર વર્ષે સિંધી સમાજ દ્વારા ચાલીહા ઉત્સવ ધૂમધામ થી ઉજવવામા આવતો હોય છે. ચાલીહા ઉત્સવના સમાપન નિમિતે ઝુલેલાલ મંદિરે ઉત્સવ જેવો માહોલ જોવા મળતો હતો. સિંધી સમાજના સહુ લોકો ઝુલેલાલ ભગવાનની ભક્તિમાં લીન જોવા મળતા હતા.