જીએમઇઆરએસ મેડિકલ કોલેજ ધારપુર ખાતે નર્સિંગ એસોસિએશન ગુજરાત રાજ્ય દ્વારા સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું. સમારોહમાં સમગ્ર ગુજરાતમાંથી 550થી 600 જેટલા નર્સિંગ એસોસિએશનના પદાધિકારીઓ અને કર્મચારીઓએ ભાગ લીધો.કાર્યક્રમનું મંચ સંચાલન ધારપુર યુનિયન પ્રમુખ ગોવિંદભાઈ વૈષ્ણવે કર્યું. યુનિયનના પ્રમુખ ધવલભાઈ પટેલે ગુજરાત રાજ્યમાં નર્સિંગ એસોસિએશન દ્વારા કરવામાં આવેલી કામગીરીનો અહેવાલ રજૂ કર્યો. ઉપપ્રમુખ બાબુલાલે યુનિયનના હિસાબની રજૂઆત કરી.