બુધવારે માણસા તાલુકાના ઈટાદરા ગામે ઇન્દ્રપુરા રોડ પર આવેલ શબ્બીરખાન અહમદખાન પઠાણના મકાનની બાજુમાં બનાવેલ ઢાળીયામાંથી ગૌમાંસ ઝડપાયું હતું. જે ગૌમાંસની તપાસ માટે FSL રિપોર્ટ કરાયો હતો. જે રિપોર્ટ શુક્રવારે આવ્યો હતો જેમાં ગૌમાંસ હોવાની પુષ્ટિ થઈ છે. જે બાદ માણસા પોલીસે શબ્બીરખાન અહમદખાન પઠાણ વિરુદ્ધ શુક્રવારે રાત્રે 9.30 વાગ્યે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.