ભિલોડા માં આજે હઝરત પયગંબર સાહેબના જન્મદિવસ, ઈદ-એ-મિલાદુન્નબીની ભવ્ય અને હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે આજરોજ નગરમાં એક ભવ્ય જુલુસ કાઢવામાં આવ્યું હતું.આ જુલુસમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા અને આ તહેવારને ખૂબ જ સુંદર રીતે ઉજવણી કરી હતી.સમગ્ર ઉજવણી દરમિયાન ભિલોડા પોલીસ સ્ટેશન દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.