ઉમરગામના મોહનગામ શિખંડી માતા ચેક પોસ્ટ પર ભીલાડ પોલીસને બાતમી મળતાં વોચ ગોઠવાઈ હતી. આ દરમિયાન MH48.AG4561 નંબરનો આઇશર ટેમ્પો આવતા તેને અટકાવાયો, પરંતુ ચાલક ટેમ્પો છોડી ભાગી છૂટ્યો. તપાસ કરતાં ટેમ્પામાં પ્લાસ્ટિક રિપેરિંગના રોલ નીચે છૂપાવેલા 80 બોક્સમાંથી 2,640 બોટલ દારૂ મળી આવ્યો હતો.