પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના મસાલી ગામના યુવક અને સાતલપુર તાલુકાના ગઢા ગામની યુવતીએ અગમ્ય કારણોસર દિયોદરની ગોદા નર્મદા મુખ્ય કેનાલમાં મોતની છલાંગ લગાવી જીવન ટૂંકાવી હોવાની ઘટના સામે આવી છે. યુવતીએ બંને બાળકો સાથે કેનાલમાં છલાંગ લગાવતા બે બાળકો અને યુવક યુવતી ચારેયના મોત થયા છે.આ ઘટનાને પગલે પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી પસરી જવા પામી છે. પોલીસે મોતનું કારણ જાણવા માટે ચક્રો ગતિમાન કર્યા છે