આજે તારીખ 01/08/2025 શુક્રવારના રોજ બપોરે 3 કલાકે પ્રાંત અધિકારી એ કે ભાટીયા દ્વારા ઝાલોદ તાલુકાના છાસિયા અને ધાવડિયા ગામે ગ્રામ પંચાયત દફતરની ઓચિંતી તપાસણી કરવામાં આવી.તપાસ દરમિયાન દસ્તાવેજો અને કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. આ પ્રસંગે તલાટીને જરૂરી સૂચનાઓ આપતાં, કામગીરીમાં પારદર્શિતા અને ઝડપ જળવાય તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું.