વડોદરા : જિલ્લા કલેક્ટર સાથે ધારાસભ્યોની સંકલનની બેઠક મળી હતી.જેમાં સયાજીગંજના ધારાસભ્ય કેયુર રોકડીયા દ્વારા રાજીવનગરમાં ગેરકાયદેસર રીતે ઉભી કરી દેવામાં આવેલી મદરેસસા તોડી પાડવાની માંગ મુકવામાં આવી છે.ધારાસભ્યએ અગાઉ રજુઆત કરતા મદરેસાની જમીનની માપણી કરીને તેને સીલ કરી દેવામાં આવી છે.હવે તેને દુર કરીને નવા દબાણખોરોને કડક સંદેશો આપવાની વાત પર ધારાસભ્ય ભાર મુકી રહ્યા છે.