ખેલરત્ન મેજર ધ્યાનચંદજીની જન્મજયંતી ઉજવણીના ભાગરૂપે આજરોજ સાપુતારા ખાતે ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડક શ્રી વ ડાંગના ધારાસભ્ય શ્રી વિજયભાઇ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ડાંગ જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા "નેશનલ સ્પોર્ટ્સ ડે"ની ઉજવણી કરવામાં આવી હતી.સાપુતારા સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતે કબડ્ડી,રસ્સા ખેંચ,એથ્લેટિક્સ જેવી વિવિધ રમત-સ્પર્ધાઓ, અને રમતગમતને પ્રોત્સાહન આપતી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું.