ગાંધીધામમાં ગત 24 કલાકથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે આજરોજ સવારથી ગાંધીધામ રેલવે સ્ટેશને ઘુંટણ સમા પાણી ભરાયા હતા ત્યારે ગાંધીધામ રેલવે પોલીસ મથકના P i પી આર સોલંકી, Asi અરજણભાઈ, Asi ઘનશ્યામસિંહ, Hc રાજુભાઈ, pc કાનાભાઈ, pc શૈલેષભાઈ સહિતના સ્ટાફ દ્વારા ખાખીની અંદર રહેલી માનવતા મહેકાવવામાં આવી હતી.રેલ્વે સ્ટેશનમાં ઘુંટણ સમા પાણી ભરાતા સાંજે એક યાત્રી ઇજાગ્રસ્ત બન્યા હતા જેને પોલીસ દ્વારા સહી સલામત રીતે તેમના વાહનમાં બેસાડવામાં આવ્યા હતા.