ગોધરા શહેરના ખાડી ફળિયા વિસ્તારમાં આવેલ મનહરલાલની ચાલી પાસે રહેતા મનોજભાઈ રામપાલભાઈ તિવારીએ ગોધરા શહેર બી ડિવિઝન પોલીસમથકે ફરિયાદ નોંધાવી હતી, જેમાં તેઓએ જણાવ્યું હતું કે ગત તા 9 સપ્ટેમ્બરના રોજ આશરે બપોરના સમયે વડોદરા ખાતે રહેતા વિરેન્દ્ર રામવિશાલ ત્રિપાઠી તેઓના ઘરે આવ્યા હતા, અને જૂની અદાવતને લઈને અપશબ્દો બોલવા લાગ્યા હતા, જેને લઈને મનોજભાઈ તિવારીએ અપશબ્દો બોલવાની ના પાડતા મનોજભાઈને ગડદાપાટુનો માર મારવા લાગ્યા હતા.