સુરત જિલ્લા એલસીબી અને પેરોલ ફર્લો સ્ક્વોડે ગૌ માંસના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપી તનવીર મુલતાનીને ઝડપી લીધો છે. પોલીસ મહાનિરીક્ષક પ્રેમ વીર સિંહ અને નાયબ પોલીસ મહાનિરીક્ષક હિતેશકુમાર જોયસરના માર્ગદર્શન હેઠળ સુરત ગ્રામ્ય જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને શોધવાની કામગીરી ચાલી રહી હતી. તે દરમિયાન આ આરોપીને ઝડપી લેવામાં પોલીસને સફળતા મળી છે.