વડોદરા : શહેર કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેકટર કચેરી ખાતે મતદાર યાદીમાં ગંભીર છબરડા કરાવી કોંગ્રેસ પક્ષ અને અન્ય પક્ષોને ચૂંટણી સમયે નુકસાન થાય અને ભાજપને ફાયદો થાય તે રીતે વિસ્તારમાં વોટરોની યાદી તૈયાર કરવામાં આવી રહી હોવાના ગંભીર આક્ષેપો સાથે કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી , વિપક્ષી નેતા ચંદ્રકાન્ત શ્રીવાસ્તવ, કાઉન્સિલરો અને કાર્યકર્તાઓ દ્વારા વિરોધ કરી રજૂઆત કરવામાં આવી હતી તેમજ તટસ્થ તપાસ સાથે વોટર યાદીમાં સુધારો કરવાની માંગ કરવામાં આવી હતી.