વડોદરા : પાલિકાના વધુ એક વાહને અકસ્માત સર્જ્યો હતો.ડોર ટુ ડોર કચરા કલેક્શનની ગાડીના ચાલકે અકસ્માત સર્જ્યો હતો.પાણીગેટ આયુર્વેદિક ત્રણ રસ્તા પાસે આવેલા એક કોમ્પ્લેક્સના પાર્કિંગમાં થયેલા વાહનોને લીધા હતા.પાર્કિંગમાં ઊભા રહેલા વાહનો પૈકી એકટીવાને ભારે નુકસાન થયું હતું.સર્જાયેલા અકસ્માતને પગલે ઘટનાસ્થળે લોકો એકત્ર થયા હતા.આ અકસ્માત સર્જીને ગાડીનો ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.બનાવની જાણ કરવામાં આવતા પોલીસે સ્થળ પર પહોંચી કાર્યવાહી કરી હતી.