છોટાઉદેપુર જિલ્લાના રાષ્ટ્રીય ધોરીમાર્ગ-૫૬ પર આવેલ ઓરસંગ પુલ, સુવાલ પુલ તથા ફેરકુવા પુલ તેમજ સદરહું રોડ પર આવેલ વિવિધ પુલો આશરે ૬૦ વર્ષ કરતાં વધુ જુના હોઈ સલામતી અર્થે સદરહુ પુલોની વિગતવાર ચકાસણી તથા ટેસ્ટીંગ કરવાની કાર્યવાહી ચાલુ છે. પરંતુ પુલોમાં સ્પાનમાં નીચે પાણી હોવાથી ચકાસણી થઈ શકે તેમ ન હોવાથી સ્પાન માટે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે.