સુરત શહેરને સ્વચ્છ વાયુ સર્વેક્ષણ માટે નેશનલ એવોર્ડ મળ્યો છે.દેશના ટોપ ૩ શહેરોમાં સુરત શહેરનો સમાવેશ થયો છે. સતત બીજા વર્ષે સુરત શહેરને રાષ્ટ્રીય કક્ષાએ ટોપ ૩ શહેરોમાં સ્થાન મળ્યું છે.નવી દિલ્હી ખાતે પ્રતિષ્ઠિત સ્વચ્છ વાયુ સર્વેક્ષણ નેશનલ લેવલ એવોર્ડનો વિતરણ સમારોહ યોજાયો છે.કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવના હસ્તે મેયર દક્ષેશ માવાણી અને મ્યુનિસિપલ કમિશ્નરે એવોર્ડ સ્વીકાર્યો છે.સ્વછતા વાયુ સર્વેક્ષણ 2025 માં દેશના130 શહેરોમાં યોજાયો હતો.