રાજકોટ: શહેરના ધારેશ્વર ચોકડીથી જૂના રાજકોટ રોડને ફોરલેન બનાવવા માટે માર્ગ અને મકાન વિભાગ (R&B) દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ પ્રોજેક્ટને મંજૂરી મળ્યા બાદ, રોડના નિર્માણમાં અવરોધરૂપ થતા દબાણોને દૂર કરવામાં આવ્યા છે.માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ ફોરલેન પ્રોજેક્ટ માટે ડિમોલિશન ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. ધારેશ્વર ચોકડીથી જૂના જકાતનાકા સુધીના રોડ પર જે પણ દબાણો હતા, જેમ કે ગેરકાયદેસર મકાનો અને દુકાનો, તેને દૂર કરવામાં આવ્યા છે.