માંડવી તાલુકાના દેવગઢ ગામ નજીક નેશનલ હાઈવે 56 પર એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે, જેમાં બે યુવાન મિત્રોએ જીવ ગુમાવ્યો છે અને અન્ય એક યુવક ગંભીર રીતે ઘાયલ થયો છે. આ દુર્ઘટના બેદરકારીપૂર્વક વાહન ચલાવતા ટ્રક ચાલકની ગંભીર ભૂલને કારણે બની હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.હાલ માંડવી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.