જિલ્લાના તિલકવાડા તાલુકામાં આંગણવાડીઓમાં મમતા દિવસની ઉજવણી કરવામાં આવી હોય છે. મમતા દિવસ એ ખાસ કરીને માતા અને બાળકના આરોગ્ય માટે સમર્પિત દિવસ છે. આ દિવસે 0 થી 5 વર્ષના તમામ બાળકોની તબીબી તપાસ, વજન માપન તેમજ રસીકરણ સેવાઓ પૂરી પાડવામાં આવે છે. સાથે સાથે તમામ સગર્ભા માતાઓની નિઃશુલ્ક તબીબી તપાસ પણ કરવામાં આવે છે. ધાત્રી માતા, કિશોર અને કિશોરીઓની આરોગ્યલક્ષી તપાસ તેમજ જરૂરી સારવાર પણ આ અભિયાન અંતર્ગત આપવામાં આવે છે.