પાટણ નગરપાલિકાના સભાખંડમાં કારોબારી ચેરમેને બેઠક યોજી હતી.ગેરકાયદેસર હોર્ડિંગ્સ મામલે સંબંધિત એજન્સીઓ સામે પોલીસ કેસ દાખલ કરવામાં આવશે. ભવિષ્યમાં હોર્ડિંગ્સ, ગેન્ટ્રી બોર્ડ અને પોલ બોર્ડ માટે એક સાથે નવું ટેન્ડર બહાર પાડવામાં આવશે.શહેરને રખડતા ઢોરમુક્ત બનાવવા માટે કોન્ટ્રાક્ટરને ઠેકો આપવામાં આવશે. દિવાળી પહેલાં શહેરને રખડતા ઢોરથી મુક્ત કરવાની ખાતરી આપવામાં આવી છે. નવરાત્રી બાદ 25થી 30 નવા ટેન્ડરો દ્વારા શહેરના રસ્તાઓનું કામ શરૂ કરવામાં આવશે.