નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના પેથાણ ગામમાં દુર્ઘટના બની છે, જ્યાં ધાબા ઉપર ચાલતા વોટર પ્રૂફિંગના કામ દરમિયાન ટેમ્પરરી લિફ્ટથી માલ ચડાવતી વખતે 25 વર્ષીય મજૂર કૈલાશ ચૌહાણને કરંટ લાગ્યો. તેને તાત્કાલિક 108 દ્વારા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ફરજ પરના ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો.