આજે તારીખ 08/09/2025 સોમવારના રોજ બપોરે 12 કલાક સુધીમાં સિંગવડ નગરમાં નવીન પોસ્ટ ઓફિસનુ કરાયું શુભારંભ. તેમજ સિંગવડ પોસ્ટ ઓફિસને 389135 પીન કોડ પણ જાહેર કરવામાં આવ્યો. છેલ્લા કેટલાય સમયથી લોકોની પોસ્ટ ઓફિસ માટેની માંગ ઉઠવા પામી હતી. જેને પગલે સિંગવડ નગરમાં નવીન પોસ્ટ ઓફિસનુ શુભારંભ કરવામાં આવ્યું. જેને લઇને ગ્રામ્ય વિસ્તારમાં અને શહેરી વિસ્તારોના લોકોને સેવાઓ વધુ સરળ બનશે.