થરાદના શિવનગર વિસ્તારમાં રહેતા 50 વર્ષીય રણજીતભાઈ ઠાકોરે નર્મદા કેનાલમાં કૂદીને આત્મહત્યા કરી લીધી છે. આધેડે કેનાલમાં કૂદતા પહેલા પરિવારને વિડિયો કોલ કર્યો હતો.ઘટનાની જાણ થતાં તેમના પરિવારજનો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પરિવારે કેનાલની આસપાસ શોધખોળ કરતા ડેરી પુલ પાસેથી મૃતકનો મોબાઈલ મળી આવ્યો હતો.