ચીખલીમાં પણ થાલા સર્વિસ રોડ પર આવેલ ભીખુ ચીકન ઢાબા નામની દુકાનના માલિક ભાનુ ભીખુ પટેલ (રહે. આમધરા, તા.ચીખલી) સામે સીસીટીવી કેમેરા નહીં મૂકયા હોય તેમની સામે પણ કાર્યવાહી થઈ હતી.અત્રે ઉલ્લેખનીય છે કે નવસારી જિલ્લામાં અવાર નવાર જાહેરનામાં ભંગના પ્રકાશમાં આવતા હોવા છતાં દુકાનદારોમાં સતર્કતાનો અથવા તો જાહેરનામાં અંગેની પુરતી જાણકારી ન હોય તેમ જણાઇ રહ્યું છે. જેને કારણે પોલીસ દ્વારા આવા કિસ્સામાં દુકાનદારો સામે કાર્યવાહી જોવા મળી રહી છે.