મોરબી જિલ્લાના લગભગ ૧૫૦૦ જેટલા આશા વર્કર બહેનોએ આજે તેમની પડતર માંગણીઓના પ્રશ્ને જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી. આશા વર્કર્સ યુનિયનના સભ્ય રૂપલબેન દિનેશભાઈ હણએ જણાવ્યું હતું કે, ઓનલાઈન કામગીરીનું ભારણ વધ્યું હોવાથી કામગીરી યોગ્ય રીતે થાય તે માટે સક્ષમ મોબાઈલ ફોન પૂરા પાડવામાં આવે તેમજ વેતનમાં વધારો કરવા માંગ કરી છે.