સાયખા અને વિલાયત GIDCના બેફામ ઉદ્યોગકારો દ્વારા ભૂખી ખાડીમાં ઝેરી કેમિકલયુક્ત પાણી ઠાલવવામાં આવતા સેંકડો માછલાઓ સહિત અસંખ્ય જળચર જીવોના મોત થયા છે. આ પ્રદૂષિત પાણી આસપાસના કોઠીયા ગામના ખેતરોમાં ઘૂસી જતાં ખેડૂતોમાં ભયનો માહોલ ફેલાયો છે. કારણ કે આ કેમિકલ ખેતીની ફળદ્રુપતાને નષ્ટ કરી શકે છે. સ્થાનિક ખેડૂતો અને જાગૃત નાગરિકોમાં આ ઘટનાને લઈને ભારે રોષ વ્યાપ્યો છે.