કચ્છમાં આસમાની આફતની આગાહી વચ્ચે અંજારમાં બે બાળકોના પાણીના ખુલ્લાં ટાંકામાં પડી જવાથી મોત નીપજતાં અરેરાટી છવાઈ ગઈ છે.અંજારની કર્મચારી કોલોનીમાં આ દુર્ઘટના ઘટી છે.રહેણાકની બાજુમાં નવા મકાનનું નિર્માણકાર્ય ચાલી રહ્યું છે સવારે અંદાજિત 11 વાગ્યાની આસપાસ રમતા રમતા ૬ અને ૭ વર્ષના બેઉ ભાઇઓ ટાંકા પાસે ગયા અને તેમાં પડી જતા મોત થયું હતું.મૃતક બાળકોમાં ૬ વર્ષના અંકુશ બિટ્ટુ તિવારી અને ૭ વર્ષના અભિનંદન તિવારીનું મૃત્યુ થયું હતું.