માંગરોળ ગામના ત્રણ તળાવો છલકાતા આખું ગામ જળમગ્ન બન્યું હતું. ગામમાં પાણી ઘુસી જતાં રસ્તાઓ, ઘરો અને ખેતરો તમામ ડૂબી ગયાં છે. સ્થાનિક લોકો પોતાના ઘરોમાંથી બહાર નીકળીને સુરક્ષિત સ્થળે હોંચી ગયા હતા. ડ્રોન દ્વારા કૅપ્ચર થયેલા વિડિયોમાં આખું ગામ પાણીથી ઘેરાયેલું દેખાઈ રહ્યું છે.જ્યાં જુવો ત્યાં પાણી પાણી જ દેખાઈ રહ્યું છે. આ દૃશ્ય ગામની વિકટ પરિસ્થિતિ બતાવી રહ્યું છે.