વડોદરા : વાડી પોલીસ મથક ખાતે મહમદ ઈસ્લામુદ્દીન મલેકે ફરિયાદ નોંધાવી હતી કે તેમના ગોડાઉન પર કેટલાક ઈસમો આવ્યા પોતે પોલીસ હોવાની ઓળખ આપી જીએસટીનું બિલ માંગ્યું.તેઓએ અન્ય બીજા માણસોને બોલાવ્યા.જેઓ કેમેરો બેગ તથા માઈક લઈને આવ્યા હતા અને પ્રેસમાં શું તેમ જણાવી ગોડાઉનમાં પડેલો માલ સામાનનો વિડીયો ઉતાર્યો હતો અને ગંદી ગાળો બોલી આ ચોરીનો સામાન છે.ગુનામાં ફિટ કરી દઈશ તેવી ધમકી આપી પૈસા પડાવી લીધા હતા.જે ફરિયાદને આધારે પોલીસે ભેજાબાજોની ધરપકડ કરી હતી.