છોટાઉદેપુર નગરપાલિકા મતવિસ્તારમાં આવેલ ફતેપુરા પાંજરાપોળ ખાતે નવીન સબ સેન્ટરનું ઉદ્ઘાટન નગરપાલિકાના પ્રમુખ મંજુલાબેન કોળીના હસ્તે કરવામાં આવ્યું હતું. જેમાં જેમાં આર.સી.એચ.ઓ મુકેશ પટેલ,તાલુકા હેલ્થ ઓફિસર અને અર્બન હેલ્થ સેન્ટરના તમામ કર્મચારી હાજર રહ્યા હતા. નગરમાં નવીન સબ સેન્ટર બનતા નગરજનોમાં આનંદ સાથે ખુશી જોવા મળી છે.