વડોદરા : અમદાવાદમાં સ્કૂલમાં વિદ્યાર્થીની કરાયેલી હત્યાની ઘટનાથી સીંધી સમાજમાં ભારે રોષ ફેલાયો છે.ત્યારે, વારસિયામાં સંત કવંર નગર વેપારી સંગઠન દ્વારા વિદ્યાર્થી સાથે બનેલી નિંદનીય ઘટના વિરુદ્ધ શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન તથા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.જેમાં વેપારીઓ, આગેવાનો તેમજ વિસ્તારના કોર્પોરેટર સહિત સામાજિક તથા સાંસ્કૃતિક સંસ્થાઓ સાથે જોડાયેલા લોકોએ પણ ઉપસ્થિત રહી મૃતક વિદ્યાર્થીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.