મહેસાણા જિલ્લામાં આવેલા વિસનગર શહેરની ટ્રાફિક સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માર્ગ અને મકાન વિભાગે 215 કરોડની દરખાસ્ત રજૂ કરી છે. વિસનગરમાં ટ્રાફિક સમસ્યાનો અંત આવશે. 215 કરોડના ખર્ચે 8 કિલોમીટર લાંબો બાયપાસ રોડ બનશે. 228 ખેડૂતોની જમીન સંપાદન કરાશે. વર્ષ 2020 બાદ સ્થાનિક ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલના પ્રયત્નોથી પ્રોજેક્ટને ગતિ મળી છે.